સર્વગ્રાહી શિક્ષણના આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ રિસર્ચના પ્રકાશનની જાહેરાત કરવામાં અમને આનંદ થાય છે. આંતરરાષ્ટ્રીય માનક સિરિયલ નંબર (ISSN) સાથે ‘જ્ઞાનોન્મેષ’ના પ્રકાશન માટે તમારા સંશોધન કાર્યના લેખો મોકલવા આમંત્રિત કરી રહ્યા છીએ.
આંતરરાષ્ટ્રીય જર્નલ ‘જ્ઞાનોન્મેષ’ (ત્રિમાસિક) નો મૂળ હેતુગુણવત્તાયુક્ત સંશોધન તથા અભ્યાસ પત્રો પ્રકાશિત કરવાનો છે, જે બાળવિકાસના વિવિધ પાસાંઓના સિદ્ધાંત અને અભ્યાસથી સંબંધિત હોય. અમે તમને તમારા સંપૂર્ણ મૌલિક અભ્યાસવાળા સંશોધન લેખો, જે બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સંબંધિત હોય, તે મોકલવા આમંત્રણ પાઠવીએ છીએ. ‘જ્ઞાનોન્મેષ’ જર્નલ એ આંતરરાષ્ટ્રીય ત્રિમાસિક ઇન્ટરડિસિપ્લિનરી ઇ-જર્નલ છે, જેમાં બાળકોના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ આવરી લેવામાં આવશે, જેવાકે બાળશિક્ષણ, બાળ મનોવિજ્ઞાન અને બાળકોનો પંચકોષ વિકાસ. તેમાંય બાળકો સાથે સંબંધિત સમાજશાસ્ત્ર, વૈદિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ચિત્ર, સંગીત, ઇતિહાસ, ભૂગોળ, ગૃહવિજ્ઞાન, ફિલોસોફી, અર્થશાસ્ત્ર, વાણિજ્ય અને સાહિત્યનાં સંશોધન તથા જે બાળકો સાથે જોડાયેલ હોય તેવાં લખાણો અહીંપ્રકાશિત કરવામાં આવશે. અમારું આ નવતર કાર્ય સમાજને કઈક વિશેષ આપી શકશે તેવી આશા છે.
કુલપતિ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપનાને ૧૧ વર્ષ પૂરાં થયાં છે. નવું પર્વ શરૂ થયું છે. ઘણા નવા આયામો પણ શરૂ થયા છે. ઘણી નવી ક્ષિતિજો દેખાઈ રહી છે અને એ ક્ષિતિજોને આંબવા માટે નવા ઉત્સાહ સાથે અનેક સહયાત્રીઓનાં ડગ એ દિશામાં મંડાયાં છે.